અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હેલ્થ તથા SWM વિભાગ ભરતી 2025 – સંપૂર્ણ માહિતી
AMC Recruitment 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનીટેશન સુપરિન્ટેન્ડન્ટ અને સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર જેવી વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી 03 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારો માટે આ ભરતીની વિગતવાર લાયકાત, જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી ફી, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પે-સ્કેલ, અગત્યની તારીખો અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી નીચે આ લેખમાં આપવામાં આવી છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોને સત્તાવાર જાહેરનામું ધ્યાનપૂર્વક વાંચવાની ખાસ સલાહ આપવામાં આવે છે જેથી અરજી કરતી વખતે કોઈ ભૂલ ન થાય અને ફોર્મ રિજેક્ટ ન થાય.
ઉમેદવારએ સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં પાસ થયા બાદ પબ્લિક હેલ્થ ક્ષેત્રે ઓછામાં ઓછા પાંચ વર્ષનો ફરજિયાત અનુભવ ધરાવવો જરૂરી છે. વૈકલ્પિક રીતે, ઉમેદવાર પાસે પબ્લિક હેલ્થ સુપરવાઈઝર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ હોવો પણ માન્ય ગણાશે. આ અનુભવ ઉપરાંત ઉમેદવાર પાસે કન્ઝર્વન્સી વિભાગ તથા વહીવટી કામગીરી વિશે પૂરતી જાણકારી અને વ્યવહારુ સમર્થતા હોવી જોઈએ, જેથી શહેરી સ્વચ્છતા, પશુ આરોગ્ય, જાહેર આરોગ્ય નિયંત્રણ જેવી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકે.
સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર
ઉમેદવાર પાસે સેનેટરી ઈન્સ્પેક્ટર પરીક્ષા પાસ કર્યા પછી જાહેર આરોગ્ય સંબંધિત કામગીરીનો ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ. અથવા, વિકલ્પ રૂપે, ઉમેદવાર પાસે સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકેની જવાબદારીઓ નિભાવવાનો ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર
ઉમેદવાર પાસે સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા પરીક્ષા પાસ કર્યા પછી પબ્લિક હેલ્થ સંબંધિત કામગીરીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
ઉંમર મર્યાદા: AMC Recruitment 2025
સેનીટેશન સુપરિન્ટેન્ડન્ટ
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછું અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, આ ઉંમરની મર્યાદા તેવા ઉમેદવારો માટે લાગુ પડતી નથી જેઓ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યા હોય.
સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછું અને 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, આ ઉંમરની મર્યાદા તેવા ઉમેદવારો માટે લાગુ પડતી નથી જેઓ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યા હોય.
સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછું અને 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, આ ઉંમરની મર્યાદા તેવા ઉમેદવારો માટે લાગુ પડતી નથી જેઓ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યા હોય.
અરજી ફી: AMC Recruitment 2025
વર્ગ
પરીક્ષા ફી
બિનઅનામત વર્ગના ઉમેદવારો
રૂ. 500 /-
SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ), SC(અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ), EWS(આર્થિક રીતે નબળા વર્ગ),
3 thoughts on “AMC Recruitment 2025: સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનીટેશન સુપરિન્ટેન્ડન્ટ અને સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઈઝર માટે નવી ભરતી જાહેરાત”