Amdavad Municipal Corporation Recruitment 2025 – Assistant Technical Supervisor (Light) ની 87 જગ્યા
Amdavad Municipal Corporation. Recruitment 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લાઈટ તથા ઇલેક્ટ્રિક ખાતા માટે સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ)ની જગ્યાઓ માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી 04 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારો માટે આ ભરતીની વિગતવાર લાયકાત, જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, અરજી ફી, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પે-સ્કેલ, અગત્યની તારીખો અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી નીચે આ લેખમાં આપવામાં આવી છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોને સત્તાવાર જાહેરનામું ધ્યાનપૂર્વક વાંચવાની ખાસ સલાહ આપવામાં આવે છે જેથી અરજી કરતી વખતે કોઈ ભૂલ ન થાય.
અહીં આર્ટિકલમાં જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, અભ્યાસ ક્રમ વગેરેની જાણકારી આપેલી છે. આ પોસ્ટ રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન ધ્યાનથી વાંચો અને ત્યારબાદ જ અરજી કરો.
Overview: Amdavad Municipal Corporation Recruitment 2025
| જાહેરાતની વિગતો | માહિતી |
| ભરતી કરનાર સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| પોસ્ટનું નામ | સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ) |
| જાહેરાત ક્રમાંક | 17 |
| નોકરીનો ક્લાસ | વર્ગ 3 |
| અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | અમદાવાદ |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 04/12/2025 |
| સત્તાવાર વેબસાઇટ | www.ahmedabadcity.gov.in |
કુલ ખાલી જગ્યાઓ: Amdavad Municipal Corporation Recruitment 2025
| સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ) | 87 |
શૈક્ષણિક લાયકાત: Amdavad Municipal Corporation Recruitment 2025
| સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ) | “ઈલેક્ટ્રીકલ અથવા મેકેનિકલ શાખામાં બેચલર ઓફ ઈન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અથવા ઈલેક્ટ્રીકલ/મેકેનિકલમાં ડિપ્લોમા પૂર્ણ કરેલ ઉમેદવારો પાત્ર ગણાશે.” |
ઉંમર મર્યાદા: Amdavad Municipal Corporation Recruitment 2025
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછું અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, આ ઉંમરની મર્યાદા તેવા ઉમેદવારો માટે લાગુ પડતી નથી જેઓ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવી રહ્યા હોય.
અરજી ફી: Amdavad Municipal Corporation Recruitment 2025
| વર્ગ | પરીક્ષા ફી |
|---|---|
| બિનઅનામત વર્ગના ઉમેદવારો | રૂ. 500 /- |
| SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ), SC(અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ), EWS(આર્થિક રીતે નબળા વર્ગ), | રૂ.250 /- |
| તમામ વર્ગના દિવ્યાંગ ઉમેદવારો | અરજી ફી ભરવાની રહેશે નહી. |
પગાર ધોરણ: Amdavad Municipal Corporation Recruitment 2025
નિયુક્તિના પ્રથમ ત્રણ વર્ષ માટે રૂ. 40,800/- નું નિશ્ચિત ફિક્સ વેતન આપવામાં આવશે. ત્યારબાદ, કામગીરીના મૂલ્યાંકનના આધારે લેવલ–5 પે મેટ્રિક્સ મુજબ રૂ. 29,200 થી 92,300 સુધીનું ગ્રેડ પે તથા નિયમ મુજબ મળતા અન્ય ભથ્થાં પ્રાપ્ત થશે.
પસંદગી પ્રક્રિયા: Amdavad Municipal Corporation Recruitment 2025
- Written Exam
- Document Verification
- Final Selection List
કેવી રીતે અરજી કરવી: Amdavad Municipal Corporation Recruitment 2025
- સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ ahmedabadcity.gov.in પર જાઓ
- ઓનલાઈન પોસ્ટ પસંદ કરો (સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર (લાઈટ)) અને જાહેરાતમા આપેલ માર્ગદર્શિકા વાંચો.
- જરૂરી દસ્તાવેજ તૈયાર રાખો: શિક્ષણ લાયકાત, પાસપોર્ટ ફોટો અને સહી (JPEG/PDF).
- વેબસાઈટ પર “New Registration” પર ક્લિક કરી યોગ્ય મોબાઇલ નંબર અને ઈમેલથી ખાતું બનાવો.
- વ્યક્તિગત વિગતો લખો પુરુ નામ, જન્મતારીખ, પિતાનું નામ, સરનામું, ઈમેલ અને Category.
- શૈક્ષણિક વિગતો અને નોકરી માટે લાયકાતની માહિતી ભરો; જો પ્રમાણપત્રઓનો ક્રમ વિનંતી હોય તો તારીખ અને સંસ્થાનું નામ ભરો.
- પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી અપલોડ કરો; ફોર્મ પહેલા “Preview” કરીને બધુ ચકાસો.
- ફોર્મ સબમિટ કરો, ઓનલાઇન ફી ચુકવો, પછી સબમિશનની રસીદ/પ્રિન્ટ લઈ રાખો.
મહત્વપૂર્ણ તારીખ: Amdavad Municipal Corporation Recruitment 2025
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 04/12/2025 |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 06/12/2025 |
મહત્વપૂર્ણ લિંક્સ: Amdavad Municipal Corporation Recruitment 2025
| નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
| ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
દરરોજ નવી ભરતીની માહિતી માટે:
| અમારી વ્હોટસએપ ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
| અમારા વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માટે | અહીં ક્લિક કરો |
| અમારી ટેલીગ્રામ ચેનલમાં એડ થવા માટે | અહીં ક્લિક કરો |