GAU Kheti Madadnish Recruitment 2025: કુલ 156 જગ્યાઓ માટે હમણા જ અરજી કરો
GAU Kheti Madadnish Recruitment 2025: ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ યુનિર્વાર્સટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સટીમાં તાંત્રિક સંવર્ગ (વર્ગ 3) ખેતી મદદનીશની 156 ખાલી જગ્યાઓની પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર ધોરણ રૂ. 26000/- સીધી ભરતીથી ભરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની ઓફિસિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.અરજી કરવા માટે જરૂરી માહિતી અહી આપેલી છે.ફોર્મ ભરતા પહેલા એકવાર ભરતીની સંપૂર્ણ જાહેરાત વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
ખેતી મદદનીશની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતી મદદનીશની 156 પોસ્ટ માટે ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી જેવીકે અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ માં કેટલી જગ્યા છે, અરજી ફી, વય મર્યાદા, ફોર્મ ભરવાની લિંક વગેરે આ આર્ટિકલમાં આપેલી છે.રસ ધરાવતા ઉમેદવારોએ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી માંથી કોઈપણ એકની સત્તાવાર વેબસાઇટ www.aau.in, www.jau.in, www.nau.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી પ્રક્રિયા 18/11/2025ના રોજ શરૂ થશે અને 12/12/2025 સુંધી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ રહેશે.
સંબંધિત વિદ્યાશાખા/ફેકલ્ટીમાં બે/ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ [કૃષિ / બાગાયત / કૃષિ-પ્રક્રિયા / કૃષિ ઇજનેરી / પોષણ અને સમુદાય વિજ્ઞાન / ખાદ્ય ટેકનોલોજી અને પોષણ / ખાદ્ય પોષણ અને આહારશાસ્ત્ર / કૃષિ સહકાર, બેંકિંગ અને માર્કેટિંગ / ગૃહ વિજ્ઞાન].
DOEACC ની CCC ની પરીક્ષા અથવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નક્કી કરાયેલ સમકક્ષ સ્તરની પરીક્ષા પાસ કરી હોય. જો નહીં, તો પ્રોબેશન સમયગાળામાં પરીક્ષા પાસ કરવી જોઈએ.
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ મુજબ ઉમેદવારની ઉંમર ગણવામાં આવશે. એટલે કે, 12/12/2025ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જરૂરી છે. નિર્ધારિત ઉંમર મર્યાદામાં છૂટછાટ રાજ્ય સરકારના નિયમો પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને દિવ્યાંગ ઉમેદવારોને લાગુ પડશે.
પસંદગી પ્રક્રિયા અને સિલેબસ: GAU Kheti Madadnish Recruitment 2025
Written Exam (MCQ Based)
Document Verification
Final Selection
પરીક્ષા OMR (Optical Marks Reading) કે પછી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી લેવામાં આવશે. પરીક્ષામાં બે ભાગ રહેશે – Part-A અને Part-B. Part-A કુલ 60 ગુણ અને Part-B કુલ 150 ગુણ, મળીને 210 ગુણની પરીક્ષા હશે. Part-A અને Part-B માટે અલગથી સમય આપવામાં આવશે. બંને Part-A અને Part-B માટે Qualifying Standard રહેશે. અનામત વર્ગ (SC/ST/SEBC/EWS/Ex-Servicemen/Divyang) માટે 40% ગુણ મેળવવા ફરજિયાત રહેશે.
Part-A:
વિષય
ગુણ
તર્કશક્તિ તથા Data Interpretation
30
ગણિતશક્તિ
30
કુલ ગુણ
60
Part-B:
વિષય
ગુણ
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાત અને ભારતનો ઇતિહાસ-ભૂગોળ
30
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના પ્રશ્નો
120
કુલ ગુણ
150
કેવી રીતે અરજી કરવી: GAU Kheti Madadnish Recruitment 2025
1 thought on “GAU Kheti Madadnish Recruitment 2025- ગુજરાત કૃષિ યુનિવર્સિટી ખેતી મદદનીશની ભરતી”