GSSSB Fireman Cum Driver Recruitment 2025 – ફોર્મ, લાયકાત, પગાર અને સંપૂર્ણ માહિતી
GSSSB Fireman Cum Driver Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા હેઠળની ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ-3) શ્રેણીની કુલ 138 ખાલી જગ્યાઓને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓએ OJAS વેબસાઇટ (https://ojas.gujarat.gov.in) પર તા. 09/12/2025 બપોરે 14:00 કલાકથી તા. 23/12/2025 રાત્રે 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા ઉમેદવારે ભરતીની સંપૂર્ણ જાહેરાત તથા તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી અનિવાર્ય છે, જેથી અરજી ભરતી વખતે કોઈ ભૂલ, ખોટી માહિતી અથવા ત્રુટિ ન રહે.આ ભરતી સંબંધિત તમામ અપડેટ્સ અને જાહેરાતો GSSSB ની અધિકૃત વેબસાઇટ (https://gsssb.gujarat.gov.in) પર મૂકાશે, તેથી ઉમેદવારોએ સમયાંતરે વેબસાઇટની મુલાકાત લેવી જરૂરી છે.
ઉમેદવારોએ ભરતીની સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી અને જરૂરી દસ્તાવેજોની વિગતવાર તપાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવી. જાહેરાતમાં જણાવેલ છેલ્લી તારીખ પહેલા અરજી કરો અને અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાર જ અરજી કરો.અરજી કરવા માટેનું તમામ વિગતો અહીં આર્ટિકલમાં વ્યવસ્થિત રીતે આપી છે.ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, વય મર્યાદા,અરજી ફી ,અને ફોર્મ ભરવાની લિંક વગેરે માહિતી માટે આર્ટીકલમા વાંચો.
Overview:GSSSB Fireman Cum Driver Recruitment 2025
| જાહેરાતની વિગતો | માહિતી |
| ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ-3) |
| જાહેરાત ક્રમાંક | 370/202526 |
| જગ્યાઓ | 138 |
| નોકરીનો ક્લાસ | વર્ગ 3 |
| પગાર ધોરણ | 26000/- |
| અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 23/12/2025 |
| સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
શૈક્ષણિક લાયકાત: GSSSB Fireman Cum Driver Recruitment 2025
(1) ઉમેદવારે રાજ્યની માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી **ધોરણ-12 (HSC)**ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અથવા સરકાર દ્વારા માન્ય ગણાતી તેની સમકક્ષ લાયકાત ધરાવતી હોવી જોઈએ.
નોંધ: ધોરણ-12 ની સમકક્ષ લાયકાત તરીકે, ગુજરાત માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાય NIOS, રાજ્ય સરકાર/કેદ્ર સરકાર માન્ય અન્ય બોર્ડ, અથવા ટેકનિકલ બોર્ડના કાર્યક્રમોને પણ ધોરણ-12 સમકક્ષ માનવામાં આવે છે. આ બાબતે સરકારના સમયાંતરે બહાર પાડવામાં આવેલા પરિપત્રો/ઠરાવોને ધ્યાનમાં લેવાના રહેશે.
(2) ઉમેદવાર પાસે રાજ્ય અથવા કેન્દ્રીય સરકાર સ્વીકૃત અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માન્ય સંસ્થા દ્વારા આપવામાં આવતું ફાયરમેનના 6 મહિનાના તાલીમનું પ્રમાણપત્ર હોવું જોઈએ;
અથવા ઉમેદવાર પાસે ફાયરમેન અથવા ડ્રાઈવર-કમ-પંપ ઓપરેટરના તાલીમનું માન્ય પ્રમાણપત્ર હોવું જોઈએ.
(3) ઉમેદવાર પાસે Heavy Motor Vehicle (HMV) માટેનું માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.
(4) ફાયરમેન-કમ-ડ્રાઈવર પદ માટે ઉમેદવાર પાસે નીચે મુજબ તાલીમપત્રમાં નક્કી કરાયેલ ન્યૂનતમ શારિરીક માપદંડ હોવા જરૂરી છે.
ઉંમર મર્યાદા:GSSSB Fireman Cum Driver Recruitment 2025
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોય અને 33 વર્ષથી વધુ ન હોય તે જરૂરી છે.
ગુજરાત મ્યુનિસિપલ સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ, રાજ્ય સરકારની સેવામાં પહેલેથી કાર્યરત ઉમેદવારોને ઉંમરમાં નિર્ધારિત મર્યાદા મુજબ છૂટછાટ આપવામાં આવશે.
સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો તથા માજી સૈનિકોને નીચે જણાવ્યા મુજબના નિયમો અનુસાર ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે.
| કેટેગરી | મહત્તમ વયમાં મળતી છૂટછાટ |
|---|---|
| સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો | 5 વર્ષ |
| અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો | 5 વર્ષ |
| અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો | 10 વર્ષ (5 + 5) |
| માજી સૈનિક ઉમેદવારો | સેવા દરમિયાન બજાવેલી ફરજનો સમયગાળો + વધારાના 3 વર્ષ |
અરજી ફી:GSSSB Fireman Cum Driver Recruitment 2025
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ ફી પરત મળવાપાત્ર રહેશે.
| વર્ગ | પરીક્ષા ફી |
|---|---|
| બિનઅનામત વર્ગના ઉમેદવારો | રૂ. 500 /- |
| તમામ કેટેગરીની મહિલાઓ, SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ), SC(અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ), EWS(આર્થિક રીતે નબળા વર્ગ), વિકલાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો | રૂ. 400 /- |
પસંદગી પ્રક્રિયા:GSSSB Fireman Cum Driver Recruitment 2025
પુરુષ ઉમેદવારો માટે:
| ઉમેદવારનો પ્રકાર | લઘુત્તમ ઊંચાઈ (સેમી) | લઘુત્તમ છાતી (સેમી) – ફૂલાવ્યા પહેલા | લઘુત્તમ છાતી (સેમી) – ફૂલાવ્યા પછી | લઘુત્તમ વજન (કિ.ગ્રા.) |
|---|---|---|---|---|
| મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવાર | 160 | 81 | 86 | 50 |
| અન્ય બધા ઉમેદવારો (મૂળ ગુજરાત ક્ષેત્રના ST સિવાય) | 165 | 81 | 86 | 50 |
મહિલા ઉમેદવારો માટે:
| ઉમેદવારનો પ્રકાર | લઘુત્તમ ઊંચાઈ (સેમી) | લઘુત્તમ વજન (કિલો) |
|---|---|---|
| મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવાર | 156 સેમી | 40 કિ.ગ્રા. |
| ઉમેદવાર (મૂલ ગુજરાત ક્ષેત્રના અજા./અ.જ.જા.. સિવાયના) | 158 સેમી | 40 કિ.ગ્રા. |
- Part-A માં કુલ 60 પ્રશ્નો હશે અને Part-B માં કુલ 150 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે કુલ 210 પ્રશ્નો.
- બંને ભાગો માટે સંયુક્ત સમય મર્યાદા 03 કલાક (180 મિનિટ) છે.
- MCQ પદ્ધતિમાં, ખોટા જવાબ આપવા પર તે પ્રશ્નના લાયક ગુણના 0.25 ભાગને ઘટાવી દેવામાં આવશે. એટલે, નેગેટિવ માર્કિંગ લાગુ કરવામાં આવશે.
| ભાગ | વિષય | પ્રશ્નોની સંખ્યા/વિષય | ગુણ | કુલ ગુણ |
|---|---|---|---|---|
| Part A | તાર્કિક કસોટીઓ અને ડેટા ઈન્ટરપ્રિટેશન | 30 | 30 | |
| | ગણિતીય કસોટીઓ | 30 | 30 | 60 |
| Part B | ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સન | 30 | 30 | 30 |
| | સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | 120 | 120 | 120 |
| | | | | 210 |
કેવી રીતે અરજી કરવી:GSSSB Fireman Cum Driver Recruitment 2025
- સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
- ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
- Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
- ત્યારબાદ જાહેરાત ક્રમાંકઃ 370/202526, ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ-3) જાહેરાતના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
- ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
- ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
- જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.
મહત્વપૂર્ણ તારીખો:GSSSB Fireman Cum Driver Recruitment 2025
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 23/12/2025 |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 26/12/2025 |
મહત્વપૂર્ણ લિંક્સ:GSSSB Fireman Cum Driver Recruitment 2025
| નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
| ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
દરરોજ નવી ભરતીની માહિતી માટે:
| અમારી વ્હોટસએપ ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
| અમારા વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માટે | અહીં ક્લિક કરો |
| અમારી ટેલીગ્રામ ચેનલમાં એડ થવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો: GPSC Class 1 2 Recruitment 2025: 400+ Class-1 અને 2 જગ્યાઓ માટે ઓનલાઇન ફોર્મ શરૂ