GSSSB Sub Auditor Recruitment 2025 – સંપૂર્ણ માહિતી, લાયકાત, પગાર અને ઓનલાઈન અરજી માર્ગદર્શન
GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ)ગાંધીનગર દ્વારા નાણા વિભાગ હેઠળ આવતા ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની વિવિધ કચેરીઓમાં “પેટા હિસાબનીશ/સબ ઓડિટર” (વર્ગ-૩)ની કુલ 321 જગ્યાઓ તથા
“હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક ” (વર્ગ-૩, સંવગમ)ની કુલ 105 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે., વર્ગ-૩ ની સીધી ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.આ ભરતી અંતર્ગત કુલ 426 જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરીને ભરવામાં આવશે અને પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.ઉમેદવારોને પોતાની અરજી OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in મારફતે ઓનલાઇન જ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 17/11/2025 થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવા માટે અરજી કરતા પહેલા જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચો અને ત્યારબાદ જ અરજી કરો. અહીં આર્ટિકલમાં જાહેરાતની વિગતો જેવીકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, મહત્વની તારીખો, અને ફોર્મ ભરવાની લિંક આપેલી છે.
Overview: GSSSB Sub Auditor Recruitment 2025
| જાહેરાત વિગતો | માહિતી |
| ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
| પોસ્ટનું નામ | પેટા હિસાબનીશ/સબ ઓડિટર |
| જાહેરાત ક્રમાંક | 366/202526 |
| જગ્યાઓ | 426 |
| નોકરીનો ક્લાસ | વર્ગ 3 |
| પગાર ધોરણ | 26000/- |
| અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 17/11/2025 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/11/2025 |
| સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
શૈક્ષણિક લાયકાત: GSSSB Sub Auditor Recruitment 2025
બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) અથવા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA) અથવા બેચલર ઓફ કોમર્સ (B.Com) અથવા બેચલર ઓફ સાયન્સ (ગણિત/આંકડાશાસ્ત્ર) અથવા બેચલર ઓફ આર્ટ્સ (આંકડાશાસ્ત્ર/અર્થશાસ્ત્ર/ગણિત). આ ડિગ્રી ભારતના કેન્દ્રીય અથવા રાજ્યના કાયદા દ્વારા સ્થાપિત અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ માન્ય જાહેર કરેલી ‘ડીમ્ડ યુનિવર્સિટી’માંથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત પણ માન્ય રહેશે.
પગાર ધોરણ: GSSSB Sub Auditor Recruitment 2025
| વિભાગ / ખાતાના વડાની કચેરીનું નામ | સંવર્ગનું નામ | પ્રથમ પાંચ વર્ષ માટેનો પ્રવર્તમાન ફિક્સ પગાર | સંવર્ગમાં નિયમિત નિમણૂકનું પગારધોરણ (ROP-2016 મુજબ) |
|---|---|---|---|
| નાણાં વિભાગ( હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી) | (1) પેટા હિસાબનીશ / સબ ઓડિટર (વર્ગ-3) | રૂ. 26,000/- | 25500-81100, લેવલ-4 |
| નાણાં વિભાગ( હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી) | (2) હિસાબનીશ, ઓડિટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક (વર્ગ-3) | રૂ. 49,600/- | 39900-126600, લેવલ-7 |
ઉંમર મર્યાદા: GSSSB Sub Auditor Recruitment 2025
તારીખ 30/11/2025ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારોને નીચે આપેલ નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
| કેટેગરી | છૂટછાટ | મહત્તમ વય મર્યાદા (વર્ષમાં) |
|---|---|---|
| સામાન્ય કેટેગરી પુરુષ ઉમેદવાર | 0 | 33 |
| સામાન્ય કેટેગરી સ્ત્રી ઉમેદવાર | 5 | 38 |
| અનામત કેટેગરી પુરુષ ઉમેદવાર | 5 | 38 |
| અનામત કેટેગરી સ્ત્રી ઉમેદવાર | 10 (5+5) | 43 |
| સામાન્ય કેટેગરી દિવ્યાંગ પુરુષ ઉમેદવાર | 10 | 43 |
| સામાન્ય કેટેગરી દિવ્યાંગ સ્ત્રી ઉમેદવાર | 15 (10+5) | 45 |
| અનામત કેટેગરી દિવ્યાંગ પુરુષ ઉમેદવાર | 15 (5+10) | 45 |
| અનામત કેટેગરી દિવ્યાંગ સ્ત્રી ઉમેદવારો | 20 (5+10+5) | 45 |
| માજી સૈન્યક ઉમેદવારો | 3 વર્ષનો ફાળો તેમની સેવામાંના સમયગાળા અનુસાર | ઉપરોક્ત મર્યાદામાં વધારો |
અરજી ફી: GSSSB Sub Auditor Recruitment 2025
નોંધ: પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ ફી પરત મળવાપાત્ર રહેશે.
| વર્ગ | પરીક્ષા ફી |
|---|---|
| બિનઅનામત વર્ગના ઉમેદવારો | રૂ. 500 /- |
| તમામ કેટેગરીની મહિલાઓ, SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ), SC(અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ), EWS(આર્થિક રીતે નબળા વર્ગ), વિકલાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો | રૂ. 400 /- |
પસંદગી પ્રક્રિયા: GSSSB Sub Auditor Recruitment 2025
- Written Exam(MCQ Type)
- Descriptive Exam
- Document Verification
- Medical Examination
અરજી કેવી રીતે કરવી: GSSSB Sub Auditor Recruitment 2025
- સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
- ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
- Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
- ત્યારબાદ ડેન્ટલ ટેકનીશિયન 366/202526 જાહેરાતના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
- ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
- ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
- જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.
મહત્વપૂર્ણ તારીખ: GSSSB Sub Auditor Recruitment 2025
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 17/11/2025 |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/11/2025 |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 02/12/2025 |
મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Sub Auditor Recruitment 2025
| નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
| ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
દરરોજ નવી ભરતીની માહિતી માટે:
| અમારી વ્હોટસએપ ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
| અમારા વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માટે | અહીં ક્લિક કરો |
| અમારી ટેલીગ્રામ ચેનલમાં એડ થવા માટે | અહીં ક્લિક કરો |
1 thought on “GSSSB Sub Auditor Recruitment 2025: નવી ભરતી જાહેર, અરજી પ્રક્રિયા, પગાર, લાયકાત અને મહત્વપૂર્ણ તારીખો”