Gujarat Police Recruitment 2025: PSI-LRD માટે 13,591 જગ્યાની નવી ભરતી

KEY HIGHLIGHTS

  • ગુજરાત પોલીસમાં PSI અને LRD માટે મોટી ભરતીની જાહેરાત.
  • કુલ 13,591 જગ્યાઓ, જેમાં LRDની 12,733 જગ્યા સૌથી વધુ.
  • ઓનલાઈન ફોર્મ 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ભરાશે.

જો તમે ગુજરાત પોલીસમાં જોડાવાની તૈયારી કરતા હો, તો આ વખતે ખરેખર મોટો મોકો આવ્યો છે. રાજ્ય સરકારે પોલીસ બેડાની 13,591 ખાલી જગ્યાઓ ભરવા લીલી ઝંડી આપી દીધી છે.

PSI અને LRD બન્ને કેડરમાં નવી ભરતી થવાને કારણે હજારો યુવાનોમાં ફરીથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026

કેડરજગ્યામુખ્ય પદ
PSI Cadre858PSI (બિન હથિયારી 659, હથિયારી 129), જેલર ગ્રુપ-2 (70)
LRD Cadre12,733બિન હથિયારી કોન્સ્ટેબલ 6942, હથિયારી 2458, SRPF 3002, જેલ સિપાહી 331

PSI અને LRDની Post

અધિકૃત માહિતી મુજબ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જે પોસ્ટ્સ જાહેર કરી છે તે આ પ્રમાણે છે:

PSI કેડર – કુલ 858 જગ્યાઓ

  • બિન હથિયારી PSI: 659
  • હથિયારી PSI: 129
  • જેલર ગ્રુપ-2: 70

LRD કેડર – કુલ 12,733 જગ્યાઓ

  • બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,942
  • હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2,458
  • SRPF હથિયારી કોન્સ્ટેબલ: 3,002
  • જેલ સિપાહી (પુરુષ): 300
  • જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31

આ જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અધ્યક્ષા નિરજા ગોટરૂ (IPS) દ્વારા બહાર પાડવામાં આવી છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ફોર્મ ભરવાની પ્રક્રિયા બહુ સરળ છે, પણ સમય ચૂકાઈ ન જાય એની કાળજી રાખવી.

  • OJAS પોર્ટલ ખોલો: https://ojas.gujarat.gov.in
  • અરજીની શરૂઆત: 3 ડિસેમ્બર, બપોરે 2 વાગ્યે
  • છેલ્લી તારીખ: 23 ડિસેમ્બર, રાત્રે 11:59

અરજી કર્યા પછીનો પ્રિન્ટ જરૂર રાખવો.
ભરતી બોર્ડ દ્વારા જ્યારે માગવામાં આવે ત્યારે એ રજૂ કરવો પડશે.

ઉમેદવારોને શું ધ્યાન રાખવું?

એક વાત સાચી છે — અગાઉની ભરતીની LRD મેરીટ, PSI મેરીટ, અને તેમની ટ્રેનિંગ બાબત વચ્ચે અટકેલી પ્રક્રિયાઓને કારણે ઘણા ઉમેદવારો મૂંઝાયા છે.

પરંતુ આ વખતની જાહેરાત સ્પષ્ટ છે અને સંપૂર્ણ પ્રક્રિયા OJAS પર પારદર્શક રીતે થશે એવી શક્યતા છે.

Frequently Asked Questions

1. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 માટે ઉમેદવારો ક્યારે ફોર્મ ભરી શકે?

ઓનલાઈન ફોર્મ 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર, 2025 સુધી ઉપલબ્ધ રહેશે.

2. કુલ કેટલી જગ્યાઓ છે?

PSI અને LRD મળી કુલ 13,591 જગ્યાઓ છે.

3. અરજી માટે કઈ વેબસાઇટ પર જવું પડશે?

અભ્યાસીઓએ સીધા OJAS પોર્ટલ પર અરજી કરવી: ojas.gujarat.gov.in

Leave a Comment

💬 Join WhatsApp