છેલ્લાં કેટલાક દિવસોથી ગરમી અને ભેજથી લોકો ત્રસ્ત હતા, અને હવે અંતે રાહતના વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત માટે આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા વધુ છે. જો તમે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો, ખેતી કરતા હો, અથવા રોજના મુસાફરી કરતા હો, તો આ આગાહી તમારા માટે ખાસ મહત્વની છે.
અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનથી હવામાનમાં મોટો ફેરફાર
IMDના નવા બુલેટીન અનુસાર, હાલ અરબી સમુદ્રના પૂર્વ-મધ્ય ભાગમાં ડિપ્રેશન સક્રિય છે, જે 16.0°N અને 66.5°E વિસ્તારમાં સ્થિત છે. આ સિસ્ટમ પશ્ચિમ-દક્ષિણ દિશામાં લગભગ 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. તેની અસરથી ગુજરાતના તટ વિસ્તાર — ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દીવ માં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા છે.
આ વાતાવરણના ફેરફારથી માત્ર વરસાદ જ નહીં, પણ પવનની ઝડપમાં પણ વધારો થશે. ઘણા જિલ્લાઓમાં વીજળી સાથેના ઝાપટા પડવાની સંભાવના છે. ખેડૂતો માટે આ સમય ખૂબ જ અગત્યનો બની શકે છે કારણ કે વરસાદ પાકને મદદરૂપ પણ બની શકે છે અને નુકસાનકારક પણ.
આગામી 7 દિવસનું હવામાન અનુમાન (26 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025)
IMD મુજબ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે અને ન્યૂનતમ તાપમાન પણ ધીમે ધીમે ઘટશે. ચાલો દિવસ મુજબ હવામાનની સ્થિતિને સમજીએ.
DAY-1 (26 ઓક્ટોબર થી 27 ઓક્ટોબર સવારે 8.30 સુધી)
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ, વડોદરા, દાહોદ અને અરવલ્લી જેવા વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન અને વીજળી પડવાની શક્યતા છે.
DAY-2 (27 ઓક્ટોબર થી 28 ઓક્ટોબર સવારે 8.30 સુધી)
આ દિવસે વરસાદનો વિસ્તાર વધુ વિસ્તૃત બનશે. અમરેલી, ગીર સોમનાથ, દીવ અને પોરબંદર વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.
ઉત્તર ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, બાણાસકાંઠા, પાટણ, અરવલ્લી, તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ માં પણ ભારે વરસાદ થઈ શકે છે.
DAY-3 (28 ઓક્ટોબર થી 29 ઓક્ટોબર સવારે 8.30 સુધી)
દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ સહિત વિસ્તારોમાં ઝાપટાવાળો વરસાદ ચાલુ રહેશે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી અને ગીર સોમનાથ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો થી મધ્યમ વરસાદ શક્ય છે.
DAY-4 (29 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સવારે 8.30 સુધી)
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને ભરૂચમાં Heavy Rain Alert છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને ભવનગરમાં વીજળી સાથેના વાદળછાયા વાતાવરણની સંભાવના છે. પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, તેથી લોકો અને માછીમારોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
DAY-5 (30 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સવારે 8.30 સુધી)
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની અસર વધુ વધશે. પોરબંદર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવા ઝાપટા અને વીજળી સાથેનું વાતાવરણ રહેશે.